ચાલો શીખીએ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ

નાનપણ થી જ મારે શિક્ષક બનવું હતું. અને 1989 માં હું શિક્ષક બન્યો - એક શાળા માં કમ્પ્યુટર ટીચર. ધોરણ 6, 7, 8, 9 અને 11 ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં ફલોચાર્ટ, તેમજ BASIC લેન્ગ્વેજ માં પ્રોગ્રામ બનાવતાં શીખવાડવાની મને બહુજ મઝા આવતી હતી અને વિદ્યાર્થીઓ જે રીતે મારી સાથે વાતો કરતા હતા, એ પર થી તો મને લાગે છે કે તેમને પણ શીખવાની બહુ જ મઝા આવતી હશે.

નાના નાના બાળકો તદ્દન ભોળા ભાવે બિલકુલ શરમાયા વિના અલક મલકના સવાલો પૂછતાં અને હું પણ દરેક સવાલનો માંડીને જવાબ આપતો. નોકરીનો એ સમયગાળો કદાચ સૌથી સરસ હતો.

1996 માં જયારે મેં કમ્પ્યુટર કોર્સવેરના ભાષાંતરનું કામ શરુ કર્યું ત્યારે મિત્રો મજાકમાં પૂછતાં કે save, file, run કે execute નું ભાષાંતર કેવી રીતે કરશો? તો હું હસી ને જવાબ આપતો, કે આપણે railway station, train, car, bus, gas કે petrol જેવા શબ્દો આપણી ભાષામાં સમાવી લીધા છે ને, એ જ રીતે તે શબ્દો પણ સમાઈ જશે. મારી વાત સાંભળી ને એમની બોલતી બંધ થઇ જતી. જોકે પછી તો મેં 400 પેજ નું આખું પુસ્તક જ લખેલું જેને tata mcgraw-hill એ પ્રસિદ્ધ કર્યું હતું.

છેલ્લા 15 વરસથી ટેકનીકલ રાઈટર તરીકે કાર્ય કરતે કરેતે જયારે યંગ પ્રોગ્રામર્સ ને પ્રોગ્રામ ની જટિલ બાબતો પણ હિન્દી માં કે ગુજરાતીમાં ડીસકસ કરતા જોવું છું તો જુના દિવસો યાદ આવી જાય છે. (અશક્ય માનવામાં આવતું હતું એ કાર્ય છેક 1989 માં ખરેખર કરી બતાવ્યું હતું, એનો ભારોભાર સંતોષ પણ છે.)


લખી રાખો મિત્રો, કે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવું હોય તો અંગ્રેજી આવડવું બિલકુલ જરૂરી નથી. ગુજરાતીમાં પણ શીખી શકાય. જરૂરી છે માત્ર ખુલ્લું મન રાખી ને નવી નવી વાતો સમજવાની અને જરૂર પડશે થોડીક સર્જનાત્મકતાની . કારણકે અહિયાં x = x + y  થવાના છે.  હા હા હા હા હા.... ?લાગીને નવાઈ?

તો, મિત્રો, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ  શીખવા માટે તૈયાર?  તો લખો કોમેન્ટ માં "yes", ચાલો!!

1 comment: